યુનિકોડ ફોન્ટ્સ શું છે ?
યુનિકોડ ફોન્ટ્સમાં જે અક્ષરો (characters) હોય છે તે યુનિકોડ કોડ વતી સોંપેલા હોય છે. એક લાભ એ છે કે ANSI કોડ કરતાં ઝાઝા અક્ષરો યુનિકોડ ફોન્ટ્સમાં સમાવેશ કરી શકાય. અંગ્રેજીના કીબોર્ડમાં કીસ છે તેના કરતાં ગુજરાતી અક્ષરો વધારે છે. તે માટે બધા ગુજરાતીના અક્ષરો અંગ્રેજી કીબોર્ડમાં સોંપી ના શકાય. અને અર્ધા અક્ષરો સાથે આખા અક્ષરો જોડાયેલા અક્ષરો સોંપવા તે અસંભવ છે. પરંતુ યુનિકોડ ફોન્ટ્સ વતી તે સહેલાઈથી લખી શકાય છે જ્યારે ANSI કોડ વતી અઘરું છે.
યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ (scripting) કરે છે તો આપ જે ટાઈપ કરો છો ત્યારે યુનિકોડ સ્ક્રિપ્ટીંગ ટાઈપ કરેલું ચકાશીને યોગ્ય બદલી કરે છે. માટે અર્ધા અક્ષરો લખવા સહેલું છે કારણ કે 'પ ુ' લખો ત્યારે આપમેળે 'પુ' થઈ જાય છે અને 'પ િ' લખો તો 'પિ' આપમેળે થઈ જાય અને 'શ ્ ચ' લખો તો 'શ્ચ' થઈ જાય છે. યુનિકોડ આધાર 'OS'માં જ હોય છે માટે ગમે તે પ્રોગ્રામમાં યુનિકોડ ફોન્ટ્સ વતી લખી શકો.
ગુજરાતી ટાઈપ કરવા માટે અક્ષરોના યુનિકોડ કોડ જાણવાની કાંઈ જરૂર નથી, પરંતુ જો જાણવા હોય તો બધા યુનિકોડ કોડનું લખાણ અહિયાં મળશે : Gujarati Unicode Codes અને Hindi Unicode Codes. આ બધા કોડ્સ પ્રોગ્રામીંગ કરતા હોવ તો ઉપયોગી બને, અથવા તો આપ પોતાનું કીબોર્ડ રચતા હોવ અથવા ANSI ઍન્કોડીંગમાં વેબ પેજ રચતા હોવ તો ઉપયોગી બને છે.
યુનિકોડની વિસ્તારપૂર્વક માહિતી અહિયાં મળશે : Unicode Standard and Unicode Fonts.
શ્રુતિ ફોન્ટ વતી ગુજરાતી લખવા માટે શું જોઈએ ?
જેમ અગાઉંથી કહ્યું તેમ શ્રુતિ ફોન્ટમાં બે ભાશાઓ છે : ગુજરાતી અને અંગ્રેજી. માટે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ ફોન્ટ પસંદ કરશો તો અંગ્રેજી લખાશે પણ અંગ્રેજીથી ગુજરાતી ભાશા બદલશો તો ગુજરાતીમાં લખાશે. ગુજરાતી ભાશા એક્ટિવ કરવાથી ગુજરાતીની કીબોર્ડ લેઆઉટ થઈ જશે.
Windows XPમાં પહેલાં ગુજરાતી આધાર સ્થાપિત કરવો પડે છે. પછી ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરી શકાય છે.
Windows Vistaમાં અને Windows 7માં ફક્ત ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ બારમાં ઉમેરવાનાં હોય છે.
આ જ હોવાથી આપ ગુજરાતીમાં લખી શકશો. હા, ગુજરાતી લખવા માટે કીબોર્ડના કીસની સોંપણી તમારે શીખવી પડશે. વીન્ડોઝમાં 'ગુજરાતી' કીબોર્ડ સ્થાપિત કરેલું હોય છે તેની સોંપણી અહિયાં મળશે : default layout. આપને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ વાપરવી હોય તો અહિયાં ક્લિક કરો : Gujarati Phonetic keyboard layout. ગુજરાતી લખવાના નિયમો પણ જાણવા આવશ્યક છે તે અહિયાં સમજાવ્યા છે : કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખવાના નિયમો.
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ
અંગ્રેજી કીબોર્ડથી ગુજરાતી લખવું હોય તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ ઉત્તમ ઉપાય છે. મે બનાવેલું ગુજરાતી ફોનેટીક કીબોર્ડ આપ ડાઉલોડ કરીને સ્થાપિત કરી શકો છો. આ કીબોર્ડમાં ગુજરાતી અને અંગ્રેજી અક્ષરોને સમતુલ્ય કરીને સોંપણી કરી છે. ઉપરની છબીમાં અક્ષરોની સોંપણી બતાવી છે. જુંઓ : ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપિત કેવી રીતે કરવું અને ગુજરાતી ફોનેટીક કીબોર્ડમાં અક્ષરોની સોંપણી.
વીન્ડોઝ 'Vista'માં અથવા '7'માં ગુજરાતી ભાષા આધાર સ્થાપીત કરો
'XP'નાં પગલાં છે તેમ જ 'Vista'નાં અથવા '7'નાં સરખાં છે. કન્ટ્રોલ પેનલનો દેખાવ જરાક જુંદો છે. બીજું ગુજરાતી ભાશા આધાર સ્થાપીત કરેલો જ હોય છે. ફક્ત ગુજરાતી કીબોર્ડ ઉમેરવાનું હોય છે. જો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વાપરવું હોય તો અત્યારે સ્થાપીત કરીને આ પગલાં ભરો.
- 'Vista'ના કન્ટ્રોલ પેનલમાં Regional and Language Options ક્લિક કરો અથવા 'Windows 7'ના કન્ટ્રોલ પેનલમાંRegion and Language ક્લિક કરો.
- Change keyboards... ક્લિક કરો. અહિયાં આપણે કીબોર્ડ નહિ બદલીએ પણ કીબોર્ડ ઉમેરીશું.
- પછી Add ક્લિક કરો.
- 'ગુજરાતી' ભાશા શોધી અને જે કીબોર્ડ લેઆઉટ ઉમેરવું હોય તે ચેક કરો. ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપીત કર્યું હોય તો દેખાશે. ના દેખાતુ હોય તો સ્થાપીત કરીને અહિયાંથી પગલાં અનુસરો. બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેરી શકાય છે.
- કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી પહેલાનું સ્ક્રિન હતું તેમાં દેખાશે.
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ સ્થાપીત કરો
વીન્ડોઝ 'Vista'માં અને '7'માં ગુજરાતી ફોનેટીક કીબોર્ડની ફાઈલ ડાઉનલોડ કરીને ડબલ-ક્લિક કરીને સ્થાપીત કરવું.
વાન્ડોઝ 'XP'માં પહેલાં ગુજરાતી આધાર સ્થાપીત કરીને પછી ફાઈલ ડાઉનલોડ કરીને સ્થાપીત કરવું.
- ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ ડાઉનલોડ કરો : Downloads.
- 'Winzip' અથવા 'Winrar' થકી સંકુચિત ફાઈલો કૉમ્પ્યુટરના એક ફોલ્ડરમાં અસંકુચિત કરો (uncompress).
- 'Setup.exe' ડબલ-ક્લિક કરો. 'Vista'માં અથવા '7'માં 'UAC prompt' ક્લિક કરવું પડશે.
- કંન્ટ્રોલ પેનલનાRegion and Language Options મેનુમાં જઈને Gujarati Phonetic કીબોર્ડ લેઆઉટ ઉમેરો.
લેન્ગવેજ બાર
ગુજરાતી કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા પછી Alt+Shift બટન દબાવવાથી ગુજરાતી ભાશા અક્ટિવ કરાશે. લેન્ગવેજ બારને દ્રશ્ય રાખશો તો 'EN'ના બદલે 'GU' થઈ જશે. ગુજરાતીને અક્ટિવ કરવા માટે માઉસથી પણ લેન્ગવેજ બારમાં ક્લિક કરી શકાય.
ટેસ્કબારમાં લેન્ગવેજ બારને રાખી હોય તો ગુજરાતી ભાશા માટે 'GU' દેખાશે. જો આપે બેથી વધારે કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા હોય તો કીબોર્ડનું આઈકોન દેખાશે અને તે ક્લિક કરવાથી કીબોર્ડ લેઆઉટ બદલી શકાય. | કીબોર્ડ આઈકોન ક્લિક કરવાથી તે ભાશાના કીબોર્ડ લેઆઉટ જોવા મળે છે. ઉપરની છબીમાં 'ગુજરાતી' (જે વીન્ડીઝમાં સ્થાપીત કરેલું આવે છે) અને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ ઉમેર્યા છે. |
Comments
Post a Comment