રસીકરણ શા માટે ?
ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય! ’ – એટલે કે જ્યારે મુસીબત આવી પડે ત્યાર પછીના પ્રયત્નો નિરર્થક હોય છે પણ જો આગમચેતીથી આવનારી મુસીબત માટે તૈયારી કરીને રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બિમારી કે રોગ નુ પણ એવુજ છે.
કુદરતી રોગ પ્રતિકારક શક્તિ
રોગ સામે રક્ષણ આપવા માનવ શરીર માં એક સુંદર પ્રતિરક્ષા પ્રણાલી છે. જ્યારે પણ કોઈ રોગ પેદા કરતા બેકટેરીયા કે વાઈરસ શરીરમાં દાખલ થાય છે ત્યારે આવા શત્રુ વિશે કોઈ સુનિયોજીત સુરક્ષા વ્યવસ્થા હોતી નથી આથી રોગના લક્ષણો દેખાય છે. આ રોગ સામે આપણા શરીરના શ્વેતકણો લડત આપી તેમને મારી નાખી રક્ષણ આપે છે.
રસીકરણ થી રોગ પ્રતિકારક શક્તિ
બેક્ટેરીયા કે વાઈરસ ને સૌ પ્રથમ લેબોરેટરીમાં ખાસ પ્રક્રિયા દ્વારા અધમૂઆ કરી દેવાય છે કે જે પછી રોગ પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. આવા ખાસ પ્રકારના બેકટેરીયા કે વાઈરસ રસીકરણ દ્વારા ઈંજેક્શન દ્વારા એક નિયત પ્રમાણમાં માનવ શરીરમાં દાખલ કરાય ત્યારે શરીર ની રક્ષા પ્રણાલિ તેની સામે લડીને એ રોગ માટે જરુરી અનુભવ કેળવી લે છે અને તેને યાદ કરી લે છે જેથી રોગ પ્રતિકારક શક્તિ જન્મે છે.
રસીકરણ વિશે ની ગેરમાન્યતાઓ
રસીકરણથી બાળકને નુક્શાન થાય છે .
રસીકરણ માટે વપરાતી રસીઓ ને બાળકોમાં વપરવાની પરવાનગી મેળવતા પહેલા અનેક પરિક્ષણમાંથી પસાર થવુ પડે છે. અનેક સુરક્ષા માપ દંડો માંથી પસાર થયેલી આ રસીઓ સમાન્યતઃ બાળકો માટે સુરક્ષિત ગણી શકાય છે. પરંતુ રસી પણ આખરે એક દવા જ છે અને ક્યારેક તેની આડ અસર પણ થઈ શકે છે. જે ખૂબ જ જૂજ કિસ્સામાં બનતુ જોવા મળે છે. આ માટે દરદીના શરીરની તાસીર પણ જવાબદાર હોઈ શકે છે. આવી જૂજ આડ અસરને લઈ ને રસીઓ ને બિન સુરક્ષિત કે નુકશાન કારક ન ગણી શકાય.

Comments
Post a Comment