જૂજ અને માત્ર સંજોગાવશાત આપવી પડતી રસીઓ
કૂતરા કરડવાથી હડકવાની રસી ઘણા વ્યક્તિઓ અને બાળકોને આપવી પડતી હોય છે. જૂના સમયમાં વપરાતી રસી ડૂંટીની આસપાસ અપાતી અને તેના ଖ14 ડોઝ અપાતા હતા આ રસી ઘણી દુઃખાવો આપતી અને તેની ઘણી આડ અસર હતી. પરંતુ હવે નવી ટેકનોલોજીથી બનાવાતી રસીઓ આ મામલે ઘણી અસરકારક અને સરળ છે વળી તેમની આડ અસરો જૂજ કે નહિવત છે. 14 ડોઝ ને સ્થાને હવે 5 ડોઝથી જ આ રસી જરુરી રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરી દે છે.
આ રસીનો ઉપયોગ માત્ર ખાસ કિસ્સાઓમાં જરુરી છે જેમ કે જ્યારે કોઈ જગ્યાએ મેનિંગોકોકલ મેનિંનજાઈટીસનો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે કે પછી બરોળ ની ખામી ધરાવતા બાળકોમાં...
જ્યારે કોઈ જગ્યાએ પ્રદેશમાં જાપાનિઝ એંસેફેલાયટિસ નો ચેપ મહામારી માફક ફેલાયો હોય ત્યારે એ જગ્યાના રહેવાસી બાળકોને અથવા આ જગ્યા પર જનારા પ્રવાસીઓને આ રસી દેવી જરુરી છે. ભારતમાં આપ્રકારનું રસીકરણ 2008 અને 2009 ના વર્ષોમાં ઉત્તર પ્રદેશ અને બિહાર માં કરવામાં આવ્યુ જ્યારે ત્યાં આ રોગના ઘણા કેસ જોવા મળેલા હતા. ભારતમાં આ માટે વપરાતી રસી – પ્રકારની છે.જેની અસરકારકતા સારી જોવા મળેલ છે.
યેલો ફીવર વાઈરસ દ્વારા ફેલાતો રોગ છે. દુનિયાના અમુક દેશો -આફ્રિકા અને દક્ષિણ તથા મધ્ય અમેરીકાના દેશોમાં આ જોવા મળે છે. આથી આ દેશોમાં જનારા પ્રવાસીઓ માટે આ રસીનુ રસીકરણ ફરજીયાત છે. સરકારી હોસ્પિટલોમાં આ રસીકરણ મફત અપાય છે અને માત્ર આ હોસ્પિટલોમાં આ રસીકરણ થયાનુ અધિકારીક સર્ટીફેકેશન માન્ય ગણાય છે.
યાદ રાખો કે આ રસીથી સ્વાઈન ફ્લુ સામે કોઈજ રક્ષણ મળતુ નથી. આ રસી માત્ર સામાન્ય ફ્લુ ના રોગ સામે રક્ષણ આપે છે. હાલ ઈંડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીકસ દ્વારા આ રસી માત્ર ખાસ સંજોગોમાં જેમને જરુરી છે એવા બાળકોને જ આપવા જણાવાયુ છે.
Comments
Post a Comment