માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી અંગે:TAT

ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર 
And Lots More 
 
ગુ.મા શિક્ષક સંઘ તથા બનાસકાંઠા શિક્ષક સંઘ તથા અન્ય જિલ્લા શિક્ષક સંઘની રજૂઆતને અંતે ફાજલ થતા શિક્ષકોને સમાવવા સરકારશ્રીએ સારસ્વત મિત્રો તરફી રેશિયા અંતર્ગત પરિપત્ર કરેલ છે.જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ખુલશે. વધુમાં આ પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા તથા પરિપત્રમાં સમાવિષ્ટ માંગણીઓ માટે  શ્રી ઈલિયાસભાઈ  સિંધી મોબાઈલ - ૯૪૨૮૬૫૪૨૦૧ ( પ્રમુખશ્રી- બનાસકાંઠા જિલા માધ્ય.શિક્ષક સંઘ ) નો ખૂબજ સહકાર મળેલ છે.
ખાસનોંધ - પરિપત્રનું પ્રથમ પેઈઝ ઉલટું સ્કેન થયેલ છે તેથી Tools menu માં જઈ Rotate clockwise option  પર જઈ ક્લીક કરવાથી પેઈઝ સીધું જોઈ શકાશે.ફરી પેઈઝ આ રીતે પ્રોસેસ કરવાથી સીધુ કરી શકાશે. 

ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર 

ઠરાવની મુખ્ય હાઈલાઈટ્સ -  
1.  ધોરણ 9 અને 10 નો એક એક વર્ગ હોય ત્યાં જ  બે નો રેશિયો. બાકીની જગ્યાએ યથાવત સ્થિતિ. એટલેકે 1.5 નો જ રેશિયો. 
2. સમાવેશ ન થતા અને ફાજલ જ રહેતા  કર્મચારીને ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના ધોરણ - 8 માં સમાવેશ કરવામાં આવશે. પ્રાથમિકમાં સીધી ભરતી બંધ રહેશે. 
3. ફાજલ થતા કર્મચારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક તરીકેની લાયકાત ધરાવતા હોય અથવા માધ્યમિક શિક્ષક તરીકેનો 7 વર્ષનો અનુભવ હોય તેમનો ઉચ્ચતરમાં ખાલી જગ્યા હોય તો સમાવેશ કરી શકાશે. 
4. ચિત્ર/સંગીત/ઉધોગ વિષય વાળા શિક્ષકોનો સમાવેશ કારકુન કે ગ્રંથપાલમાં કરી શકાશે. 


સર્વ શિક્ષા અભિયાન જાહેરાત ( અરજી કરવા અહિ ક્લીક કરો )

Click Below:-
માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી અંગે
તા. ૧૮/૦૪/૨૦૧૨ નું જાહેરનામું 

ફાજલ કરવા જુદા જુદા જિલ્લાઓમાં આચાર્ય તથા સંચાલક મંડળ દ્વારા વર્કલોડનીજ ગણતરી કરી ફાજલ કરેલ છે તો ઘણી જગ્યાએ અનામત( રોસ્ટર) /સ્ત્રી અનામત /જૂનિયર/સિનીયર અને વર્કલોડ ને ધ્યાનમાં રાખીને ફાજલ કરેલ છે. ઘણી જગ્યાએ વહાલા દવલાની નિતી મંડળ તથા આચાર્ય દ્વારા થતી હોય તેવું  મિત્રો તરફથી જાણવા મળેલ છે. 
શિક્ષક સંઘો  દ્વારા ચોક્કસ રજૂઆત થવી જોઈએ. ખોટી રીતે ફાજલ થતા કર્મચારીની યાદી સંઘો દ્વારા બનાવવી જોઈએ અને જરૂર લાગે ત્યાં કર્મચારી માટે લડત લડવી જોઈએ. કોઈ જગ્યાએ સિનિયરને ફાજલ કરેલ છે અને જૂનિયરને બચાવેલ છે. કોઈ જગ્યાએ વર્કલોડની આંટીઘૂંટી કરી વિષય શિક્ષક ( વર્કલોડ) હોય છતાં પણ વર્કલોડ વિનાનો બની જાય છે. સંગીત/ ચિત્ર શિક્ષક જેવાને મોટી શાળામાં વર્કલોડ નથી તો ફાજલ થઈને નાની શાળામાં વર્કલોડ કેવી રીતે મળશે તે એક ચિંતા અને ચિંતનનો વિષય છે.
કોઈ જગ્યાએ ચોક્કસ પોલીસી જાણવા મળતી નથી. ઘણી શાળાઓએ કમ્પ્યૂટર વિષયને વર્કલોડમાં ગણેલ છે તો ઘણી જગ્યાએ કમ્પ્યૂટરને વર્કલોડમાં ગણેલ નથી. મારા મંતવ્ય મુજબ કમ્પ્યૂટર શિક્ષકની ભરતી સરકાર દ્વારા થતી નથી /કમ્પ્યૂટર શિક્ષક મંડળ દ્વારા ભરતી થાય છે તેથી વર્કલોડમાં ગણતરી કરી શકાય નહી.
સમય જ બતાવશે કે શું થશે.? રેશિયો સુધરે તો અંશત ફાજલ પ્રશ્ન શાંત થાય તેમ છે.

Comments