Best Wish

સફળતા માટે અનુરૂપ મહેનત જરૂરી
        
કોઇપણ લક્ષ્ય સુધી પહોચવા માટે મહેનત જરૂરી છે. પછી તે કોઇ કલાકારની મહેનત હોય કે વિદ્યાર્થીની પણ લક્ષ્યને અનુરૂપ મહેનત હોવી બહુ જ જરૂરી છે. આપણે જોઇ શકીએ છીએ કે બજારમા એક જ વસ્તુ અલગ અલગ ભાવોમા વેંચાય છે. એક જ વસ્તુ હોવા છતા પણ તેની ગુણવત્તા અનુસાર તેના ભાવ હોય છે. મહેનતનુ પણ એવુ જ છે. જેવુ લક્ષ્ય તેવી મહેનત.
        પોલસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે પ્રમાણમા થોડી મહેનત કરવી પડે પરંતુ જી.પી.એસ.સી. વર્ગ 1/2 પરીક્ષાની તૈયારી કરવી હોય તો ખુબ જ પરીશ્રમ કરવો જરૂરી બની જાય છે. તેથી આપણે ઉચ્ચ પદ પામવા માટે ઇચ્છા રાખીએ છીએ તેને અનુરૂપ મહેનત કરવી પણ જરૂરી છે. આ મહેનત કરવા માટે આપણે ત્યા પહોંચી સફળ થયેલા વ્યક્તિઓના જીવન પર પણ નજર કરવી જોઇએ જેથી આપણને ખ્યાલ આવે કે તેઓએ કેટલી મહેનત કર્યા બાદ સફળ થયા છે.
        મહેનત કરવાની શરૂઆત કરનાર અને તેને ચાલુ રાખનાર લક્ષ્યને જરૂર પામે છે. આવી મહેનત કરવામા ઘણીવાર વિધ્નો પણ આવતા હોય છે પરંતુ આપણે તે બધા જ વિધ્નોને એક પછી એક દુર કરી આપણા માર્ગમાથી તેને હટાવવા જઓઇએ અને લક્ષ્ય પ્રાપ્તિ માટેની મહેનત અવિરતપણે ચાલુ રાખવી જોઇએ. મહાન યોદ્ધા નેપોલિયન જ્યારેપોતાની સેના સાથે યુદ્ધ માટે નિકળ્યોહતો અને સામે આલ્પ્સ પર્વત જોઇ તેની સેના થોડી વાર માટે થોભી ગઇ હતી પરંતુ નેપોલિયને બધાને અવાજ કર્યો કે “સમજો આલ્પ્સ છે જ નહી”  --ચમત્કાર! થોડી વારમા સેનાએ આલ્પ્સને પાર કરી લીધો.
મિત્રો, આપણે પણ નેપોલિયન જેવી વિચારસરણી રાખી આપણા લક્ષ્યને પામવાનુ છે અને તે લક્ષ્ય માટે અનુરૂપ મહેનત કરવાની છે અને તે લક્ષ્યને કોઇપણ સંજોગોમા પ્રાપ્ત કરવાનુ જ છે.
સ્વામી વિવેકાનંદનુ આ વાક્ય યાદ રાખી લક્ષ્ય માટે મચી પડો.
“કાર્ય કરવુ એ ઘણુ સારુ છે પરંતુ તે વિચારમાથી આવે છે –માટે મસ્તીષ્કને ઉન્નત વિચારોથી અને સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને હંમેશા તમારી દૃષ્ટિ સમક્ષ રાખશો તો તેમાથી જ મહાન કાર્યોનો જન્મ થશે”

Comments