ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ ઘ્વારા પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચ શિક્ષણની કક્ષાએ વિવિધ પરીક્ષાઓના સંચાલન માટે નવેમ્બર-૧૯૬૬ માં રાજય પરીક્ષા બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. પરીક્ષાઓના સંચાલનમાં મુશ્કેલીઓ નિવારવા તથા પરીક્ષાઓ સમયસર અસરકારક તથા પૂર્ણ ગોપનીયતાથી લઈ શકાય તે હેતુથી રાજય પરીક્ષા બોર્ડને શિક્ષણ વિભાગના તા. ૨૬-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંકઃ રપબ/૧૦૯૯/૧૦૮૧/ન, થી સ્વાયતતા આપવામાં આવેલ છે અને શિક્ષણ વિભાગના તા. ૨૪-૫-૨૦૦૦ ના ઠરાવ ક્રમાંકઃ રપબ/૧૦૯૯/૧૦૮૧/ન, થી બોર્ડના મેમોરેન્ડમ ઓફ એસોસીએશન (બંધારણ)ને મંજુરી આપવામાં આવેલ છે. રાજય પરીક્ષા બોર્ડ ઘ્વારા હાલમાં વિવિધ ર3 જાહેર પરીક્ષાઓનું સંચાલન કરવામાં આવે છે. રાજય પરીક્ષા બોર્ડનું અગત્યનું કાર્ય પરીક્ષા સંચાલનનાં ધોરણો અને પઘ્ધતિઓની ગુણવતામાં સુધારો લાવવાનું અને કામગીરીનું આધુનિકરણ કરવાનું રહયું છે. |
Comments
Post a Comment