ભારતમાં લૈંગિક અસમાનતા


ભારતમાં….
- લૈંગિક અસમાનતા (જાતીય અસમાનતા)
-
રાષ્ટ્રીય હરિત અધિકારિતા (National Green Authority)
-
સાક્ષર ભારત મિશન વિશે (શબ્દસીમા) ટૂંકનોંધ લખો.

ભારતમાં લૈંગિક અસમાનતા
અસમાનતા: કોઇ પણ સમાજમાં લીંગના આધારે (પુરુષ-સ્ત્રીઓ વચ્ચે) ભેદભાવ રાખવામાં આવે તેને લૈંગિક કે જાતીય અસમાનતા/ભેદભાવ કહે છે. આનો આધાર જૈવિક નહીં પણ સામાજિક તથા સાંસ્કૃતિક હોય છે. અહીં બે શબ્દો વચ્ચેનો ભેદ સમજવા જરૂરી છે.

- સેક્સ: આ શબ્દ પુરુષ અને સ્ત્રી વચ્ચેના જૈવિક તફાવત તરફ નિર્દેશ કરે છે. એટલે કે પુરુષ અને સ્ત્રીની વચ્ચે જે જૈવિક તફાવત છે તે પ્રાકૃતિક છે. એટલે કે આ આધારે તફાવત લૈંગિક અસમાનતા નથી.

- જેન્ડર: આ શબ્દનો અર્થ પુરુષ-સ્ત્રીની વચ્ચે સામાજિક-સાંસ્કૃતિક આધારો પર કરાયેલા ભેદભાવથી છે, એટલે કે સમાજમાં પ્રવર્તમાન સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યો, વિચારધારાઓ જેના કારણે મહિલાઓને ભૌતિક અને વૈચારિક રીતે પુરુષોની સરખામણીમાં ઉતરતી સમજવામાં આવે છે અથવા તેમાં ભેદભાવ કરાય છે.
              આ કૃત્રિમ અથવા લદાયેલી અસમાનતા જ લૈંગિક અથવા જાતીય અસમાનતા કહેવાય છે. આ અસમાનતા સમાજમાં કેટલાય સ્વરૂપે જોવા મળે છે. આવી અસમાનતાઓ સામાજિક સમસ્યા પેદા કરે છે. જેમ કે દહેજપ્રથા, પરદાપ્રથા, નારી અત્યાચાર, યૌન શોષણ, ભ્રૂણ હત્યા, કન્યા નિરક્ષતા વગેરે.

બંધારણની દ્રષ્ટિએ: ભારતમાં લૈંગિક અસમાનતાને દૂર કરવા અને લૈંગિક સમાનતા સ્થાપવા બંધારણમાં અનેક જોગવાઇઓ કરાઇ છે. જેમ કે અનુચ્છેદ ૧૪,૧૫, ૩૯, ૪૨, ૫૧ (૫) વગેરે. આની સાથે સાથે સરકારોએ એવા અનેક પગલાંભયાઁ છે જેથી લૈંગિક અસમાનતા નાબૂદ કરી મહિલા સશક્તિકરણને સુનિશ્વિત કરી શકાય. જેમ કે શિક્ષણમાં પંચાયતી, રાજની સંસ્થાઓ, કન્યાકેળવણી, નારી મફત શિક્ષણ યોજનાઓ વગેરે. આ ક્રમમાં સરકારે સંસદમાં પુન: મહિલા અનામત વગેરે પણ મૂકેલ છે.

રાષ્ટ્રીય હરિત અધિકારિતા (National Green Authority)
કેન્દ્ર સરકારે પર્યાવરણ સંરક્ષણની દિશામાં કાર્ય કરવા લોકસભામાં માર્ચ-૨૦૧૦માં એક વિધેયક રજુ કર્યું જેના દ્વારા રાષ્ટ્રીય હરિત અધિકારિતા(NGA)નું નિર્માણ/ રચના થઇ શકે. આ ઓથોરિટી કેન્દ્ર તથા રાજ્ય સરકારો પર પર્યાવરણ કાનૂનોના અમલ પર ભાર મૂકશે અને જો પર્યાવરણ કાયદાઓનો ભંગ થાય તો કોઇ પણ વ્યક્તિ તેનાથી થતી ક્ષતિ માટે વળતરનો દાવો કરી શકે. આ પ્રકારની ઓથોરિટી ઘડવાવાળો ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. આ સૂચિત Authorityમાં વધુમાં વધુ ૨૦ ન્યાયિક તથા ૨૦ પર્યાવરણ વિશેષજ્ઞ સભ્યો હશે.




સાક્ષર ભારત મિશન
 સામાન્ય રીતે વાંચવા લખવાની ન્યુનતમ આવડત એટલે જ સાક્ષરતા કહેવાય છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અનુસાર કોઇપણ ભાષામાં એક સામાન્ય સંદેશને સમજીને વાંચવા અને લખવાની ક્ષમતા ધરાવનાર કોઇ પણ વ્યક્તિને સાક્ષર ગણવામાં આવે છે.

સાક્ષરતા અભિયાન
દેશમાં સાક્ષરતાની સ્થિતિમાં સુધાર માટે પ્રધાનમંત્રી ડૉ.. મનમોહનસિંઘે સાક્ષર ભારત મિશનની શરૂઆત ૮ ડિસેમ્બર, ૨૦૦૯થી કરી છે. આ ભારત સાક્ષર મિશન કેન્દ્ર તથા રાજ્યોની ભાગીદારીથી સ્થાનિક સ્તરે તેનું અમલીકરણ પંચાયતી રાજ સંસ્થાઓના માધ્યમથી કરે છે.
સાક્ષરતા મિશનનું લક્ષ્ય: સાક્ષરતા દરને ૬૪ ટકાથી વધારીને ૮૦ ટકા કરાશે.

- કુલ સાત કરોડ નિરક્ષરોને સાક્ષર બનાવવાના આ અભિયાનમાં ૬ કરોડ મહિલાઓ (કન્યાકેળવણી- સ્કૂલ ચલેં હમ)ને સાકાર બનાવાઇ. જેથી વર્તમાન સાક્ષરતા જેંડર ગેપને ૨૧ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી શકાય. આ અભિયાનમાં કેન્દ્ર તથા રાજ્યોની હિસ્સેદારીનો ગુણોત્તર ૭૫:૨૫ રહેશે જ્યારે પૂર્વોત્તર રાજ્યો માટે આ ગુણોત્તર ૯૦:૧૦ રહેશે.

Comments